***વહેમ અને અંઘશ્રઘ્ઘા વિશે જાણો***
અંઘશ્રઘ્ઘાના ખોટા પાખંડ અને ધતિંગ વિશે નિચે વિગતવાર વાંચો જેથી તમે ક્યારેય ચેતરાવ નહી.
* વહેમ યા અંઘશ્રઘ્ઘા
* બુદ્ધિહિન વ્યવહાર્ અને તજ્જન્ય વિપતિ.
* કર્મનો સિદ્ધાંત્ : કપોલ કલ્પિત માન્યતા.
* ફળ જ્યોતિશ- હાનિકારક કુવિદ્યા.
* ભુત પ્રેત જેવુ કશુજ નથી.
* ચમત્કાર એટ્લે ફરેબ યા ચેતરપીંડીનો પર્યાય્.
* ઇશ્વર માનવસર્જિત્ સૌથી મોટો ભ્રમ.
***જરા આટલુ તો વિચારીએ.**** અંઘશ્રઘ્ઘાની ભીતરમા.
* અંઘશ્રઘ્ઘાનુ મુળ ધાર્મિક વિચાર પધ્ધતિ.
* ભારતમા ચમત્કારો,વહેમો અને અન્ધશ્રદ્ધા.
* શ્રદ્ધાજન્યા ગુલામી મનોદશા.
**ચમત્કારનો પર્દાફાશ**
(1) નાળીયેરમાંથી ચુન્દડી,ચોખા,અને કંકુ કાઢી બતાવવા.
કહેવાતા સિદ્ધબાબા ભકતને માતાજીના મન્દિરમાંથી ઇચ્ચાપૂર્તિ કરવામાટે,પ્રશાદ તરીકે નળીયેર આપે.ઘરે જઈને ફોડતા ભકતને તેમાંથી ઇચ્ચપુર્તિના સંકેતરુપે ચૂન્દડી,ચોખા,કંકુ મળે છે.
ખરેખરતો ચૂન્દડી અને કંકુ પહેલેથીજ નાળીયેરમાં ઘુસાડી દેવામાં આવે છે. નળીયેરની ચોંટલીની અન્દર આવેલી આંખોમાંથી એક નબળીઆંખ ફોડી,તેમાં ચૂન્દડીનુ કપડુ સળીયા વડે ખોસીને દાખલ કરી દેવાય છે. ત્યાર બાદ ચોખા અને થોડુ કંકુ દાખલ કરી દેવાય છે. નાળીયેરનુ પાણી તો પહેલેથીજ ફોડેલી આંખના કાણામાંથી બહાર કાઢી લેવાયુ હોય છે.પછી,કાણામા સફેદ રુનુ પુંભડુ નાંખી દેવામા આવે છે, જેથી ફુટેલા નાળીયેરમા આ કાણુ દેખાય નહી.નાળીયેર હલાવતા અન્દરના ચોખા ખખડે છે,એટલે જાણે પાણી હોય એવો આભાસ થાય છે. છેલ્લે ચોટલીને ગુન્દર વડે ચોટાડી દેવામા આવે છે. નાળીયેર ફોડતાજ ભકતને તેમાંથી ચૂન્દ્ડી,ચોખા અને કંકુ મળી આવે છે.
(2) મંત્રવડે અગ્નિ પેટાવવો
યજ્ઞ કરવા માટે અગ્નિ પેટાવવા માટે દીવાસળીનો નહી પણ ફકત મંત્રનો ઉપયોગ કરાયો છે, એવુ કહેવાય છે,
આવા પ્રયોગમા પહેલેથીજ યજ્ઞકુંડ્મા "પોટેશ્યમ પરમેંગેનેટ" નામનુ રસાયણ છુપાવી રાખવામા આવે છે.અથવા તેનુ પાણી ચઢાવેલા લાકડામા મુકવામા આવે છે.ત્યાર બાદ ગ્લિસરીન ભેળવેલુ ઘી યજ્ઞકુંડમા હોમવામા આવે છે.પોટેશિયમ પરમેંગેટ સાથે ગ્લિસરીન નુ મિશ્રન થવાથી સ્ફોટક રાસાયણિક ક્રીયા થાય છે, જે અગ્નિ ઉત્પન્ન કરે છે.
(3) દાઢી/આંગળીઓમાંથી દૂધની કે પાણીની ધાર
ઘણા સાધૂઓ દાઢી કે આંગળીઓમાંથી દૂધ કે પાણી કાઢી લોકોને ચકિત્ત કરી દેતા હોય છે.જુદી જુદી અંગળીઓમાંથી ગંગા,જમુના,સરસ્વતી નદીનુ પવીત્ર પાણી નીકળે છે એવુ બતાવી,છેતરતા હોય છે.
આ પ્રયોગ કરવા માટે હાથના પંજામા વાદળી(સ્પંજ)છુપાવવામા આવે છે. આ વાદળીને પહેલેથીજ દુધમા બોળેલ હોવાથી,તેમા શોશાયેલુ દુધ તો હોયજ છે.દાઢી કે અંગળી ઉપર હાથ ફેરવતા પંજો દબાવવામા આવે છે,અને વાદળીમા સોશાયેલુ દુધ કે પાણી બહાર નીકળે છે.દૂરથી જોનાર લોકો સમજે છે કે દાઢી કે અંગળીમાંથી દુધ નીક્ળે છે.
એવી રીતે મોઢામા પહેલેથી વાદળી કે રુ રાખેલુ હોવાથી તેમા થૂંક ભરાયેલુ હોય છે.સિફતથી આ પલળેલુ રુ હાથની હથેળીમા લઇ લે છે અને તેને દબાવવાથી જુદી જુદી અંગળીથી ટીપા પાડી ગંગા-જળ,જમના-જળ,સરસ્વતી-જળ આંગળીઓમાંથી પાડવામા આવે છે.સાધૂ હથેળી પોતાની તરફ રાખતો હોવાથી વાદળી કે રુ જોઇ શક્તો નથી.
(4) કંકુના પગલા પાડવા
કહેવાતા મહાન સંત,સાધૂ,પૂજારી પોતે દેવી શક્તિ ધરાવે છે એવો દાવો કરે છે.તેને પુરવાર કરવા માટે તેઓ જે સાદર પર ચાલે ત્યા કંકુના પગલા પડે છે. આ પગલાને પવિત્ર ગણી લોકો તેમની પૂજા કરતા હોય છે,કંકુના પગલા શા કારણેથી પડે છે,તેઓ પ્રશ્ન ભોળી જનતા ને થતો નથી.તેથી લોકો વિચાર્યા વગર આવા ઠગ ભગત ને સિદ્ધસંત માની પૂજવા લાગે છે.
પરંતુ કંકુના પગલા પાડવાની ક્રીયા આસાન છે.જે વયક્તિ કંકુના પગલા પડવાની હોય તે પીળી કે સફેદ ચાદર પસન્દ કરે છે,કેમ કે પીળી ચાદરને હળદરમા બોળી શકાય અને સફેદ ચાદર ને ચૂનામા બોળી શકાય છે.આવી ચાદરમા હળદર અને ચૂનો દેખાતા નથી.
હવે જે વ્યક્તિ ચાદર પર ચાલનાર છે,તેના પગ સાબુના દ્રાવણથી ધોવડાવાય છે.સાબુના દ્રાવણવાળા ભીના પગથી પીળી હળદરમા બોળેલી ચાદર પર ચાલતા જ્યા જ્યા પગલા પડશે, ત્યા લાલ રંગ ઉપશી આવશે.ચૂના વાળી ચાદર હોય તો વ્યક્તિ તેના પગના તળીયે હળદર લગાવીને ચાલશે,જેથી હળદર ચૂનો મળતા પણ પગલા લાલ રંગના થશે.
(5) પાણીમા પાપડ તળવો
આ એક અશક્ય વાત લાગે છે, પણ તેમ થઈ શકે છે.આમા યુક્તિ ચુપાયેલી છે.
પાપડ બનાવવામા,પાપડ બનાવતી વખતે તેના લોટ સાથે "ક્વિકલાઇમ" અથવા "કેલ્શિયમહાઇડ્રોક્સાઇડ" નામનો પાઉડર ભેળવવામા આવે છે."ક્વિકલાઇમ" વડે બનેલા પાપડ જ્યારે પાણીમા નાખવામા આવે ત્યારે "ક્વિકલાઇમ" અને પાણી વચ્ચે રાસાયણીક પ્રક્રીયા ઉદ્ધભવે છે,જે ઉશ્માપ્રેરક હોય છે.મતલબ કે તે પ્રક્રિયાના ફળ સ્વરુપે ગરમી પ્રગટે છે.ઘણા મોટા પાયે નીકળતી આવી ગરમી ના કારણે પાપડ તળાવવા લાગે છે.તેમા ભળેલુ "ક્વિકલાઇમ" પાણી સાથે પ્રક્રિયામા વપરાઇ જતા પાપડને તળાવવામા મદદરુપ થાય છે.
(6) પાણીમા તરતો પથ્થર કરવો
રામનુ નામ લખેલા પથ્થર તરતા હોવાના કિસ્સા બન્યા હોવાનુ કહેવાય છે.આવી ઘટના અમુક જાતના પથ્થરની બાબતમા 'રામ'નુ નામ લખ્યા વિના પણ બને છે.
'પ્યુમિક સ્ટોન' નામનો પથ્થર દેખાવે તો ઘણોજ વજનદાર હોય તેમ દેખાય છે.પણ ખરેખર તો તે એકદમ હલકો હોય છે.તેને પાણીમા મૂકવામાઆવે ત્યારે તે ડુબી જતો નથી,પણ તરે છે.તેથી વજનદાર પથ્થર તરતો હોય તેવો આભાસ થાય છે.આ 'પ્યુમિક સ્ટોન'નો સૂક્ષ્મ પાઉડર 'શંખજીરુ' સૌન્દર્યપ્રસાધન તરીકે વપરાય છે.
(7) નજર ઉતારવી કે પીળુ પાણી લાલ કરવુ
ભૂવો કે સાધૂ બીમાર દર્દીની નજર ઉતારવાની છે,એમ કહીને આપણી પાસે થાળીમા હળદરવાળુ પાણી મગાવે છે.આ પાણીની થાળી દર્દી પાસે મૂકી પોતે મંત્ર ભણતો બેચે છે. પોતાના બન્ને હાથ દર્દીના માથાની આસપાસ ફેરવી,પાણીમા બોળી,પાણી હલાવે છે,ત્યારે પાણીનો રંગ લાલ થઇ જાય છે.આ રીતે છેતરપીંડીથી દર્દીની નજર ઉતારવામા આવે છે.
થાળીના પાણીનો રંગ લાલ થવાનુ કારણ હળદર અને ચૂનાના સયોજનની રાસાયણીક પ્રક્રીયા છે. ભૂવાએ યા સાધૂએ પોતાના હાથમા ચૂનાની ટીક્ડી ચૂપાવી રાખી હોય છે. ચૂનો હળદર સાથે મિશ્રણ થતા લાલ રંગ ઉદ્ભભવે છે. બાકી નજર કોઇની લાગતી નથી.
આવી જ રીતે, કપડા ધોતી વખતે દાળ શાકના પડેલા પીળા ડાઘ ઉપર સાબૂ ઘસવાથી તે ડાઘ પીળામાથી લાલ થઇ જતો દેખાય છે.
(7) કમળો ઉતારવો અથવા કમળો જારવો :
સામાન્ય રીતે ઉનાળામા બહારના અસ્વચ્છ લીમ્બુનુ શરબત,શેરડીનો રસ અને બરફનુ ઠ્ન્ડુ પાણી વગેરેના સેવનથી કમળો થવાની શ્ક્યતાઓ વધી જય છે. વાયરસ નામના જીવાણુઓથી થતા આ રોગ માટે કોઇ દવા નથી.શરીરના લીવરમા પેસીને માણસને કમળાનો રોગી બનાવનારા આ જીવાણુઓની જીવનચર્યા સમાપ્તથાય ત્યારે જ આ રોગ મટે છે. રોગ દરમિયાન ખાવામા પરેજી પાળવી અને અનુકૂળ દવાઓ લીધા સિવાય બીજુ કઇ કરી શકાતુ નથી.તેમ છતા મંત્ર-તંત્ર,દોરા-ધાગા અને માદળીયાનો વપરાશ વધી જાય છે.કમળો જારી આપનાર કહેવાતા નિષ્ણાતો પણ હોય છે.
તેઓ એક સોય ને આંખ પાસે ફેરવી,પાણી ભરેલી થાળીમા ડુબાડી છે,તો પાણી પીળુ પડી જાઇ છે.તાંત્રીક તે અંગે એવો દાઓ કરે છે કે આંખ વાટે સોય દ્વારા શરીરની બધી પીળાશ ખેંચી લઇ,પાણીમા ઓગાળી દીધી.
પરંતુ આ હકીકત એવી છે કે સોય પર પહેલેથી ખાવાનો પીળો રંગ લગાવી રાખ્યો હોય છે. આ સોય પાણીમા જાય એટલે પીળો રંગ ઓગળે,પરિણામે પાણી પીળુ થઇ જાય છે.
તંત્રીક્ને ચૂચવો કે પ્રયોગમા વપરાતા તમામ સાધનો અમે લાવીશુ-પાણી અને સોય પણ અને અમેજ દર્દીની આંખ પાસે સોય ફેરવશુ, તેમજ તેને પાણીમા બોળીશુ. કોઇ સાધનોને તાંત્રિકોનો હાથ અડવા નહી દઇએ અને તેને નજીક પણ નહી આવવા દઇએ.તેણે તો દૂર ઉભા ઉભા જ મંત્રોચ્ચાર કરવાના રહેશે. જો આમ કરવામા આવશે, તો સોય બોળવાથી પાણી પીળુ નહી થાય. કમળો જારવાની ક્રીયામા બનાવટ જ હોય છે.
(8) ભૂત પકડવુ :
એક સાંકડા મોઢાના લોટામા ચોખા ભરી તેની અન્દર છરી ભોંક્વાથી છરી પક્ડી લે છે.તાંત્રીક આવુ કરી,તમને રંજાડતુ ભૂત અન્દર પકડાઇ ગયુ છે,તેવી ખાતરી આપે છે.આ પણ એક તરકીબ દ્વારા થઇ શકે છે.
ખરેખરતો આ એક સીધો સાદો વૈજ્ઞાનિક સીદ્ધાંત છે.તાંબાના કળશનુ મોઢુ સાંકડુ અને વચ્ચેનો ભાગ ફૂલેલો હોય,તેઓ કળશ લઇ,તેમા છલોચલ ચોખા ભરી દો. એક છરીને અન્દર ભોંકીને,ચોખાની અન્દર જ તેને સતત ભોંકતા રહો-જાણે કે તમે છરી વડે ચોખા ખાંડતા હો તેમ. આમ કરતી વખતે જ્યારે છરી અન્દર જાય છે ત્યારે નીચેના ચોખા દબાય છે અને દાણા વધુ નજીક આવે છે.છરી બહાર કાઢતી વખતે કળશનુ સાંકડુ મોઢુ હોવાને કારણે ચોખા ઉપર આવી શકતા નથી,અને ચરી સતત ભોંકતી રહેતી હોય,એટલે ચોખાના દાણા એક્બીજાની એટલા નજીક આવીને ગોઠવાતા જાય છે કે તે પછી છરીને સજ્જડ પકડી લે છે.આથી લોંટો ઉંચકી શકાય છે.
છરી ને બદલે સ્ક્રુડ્રાઇવર કે બોલપેન જેવા સાધનો પણ વાપરી શકાય છે. આવો પ્રયોગ કરનારને જો પહોળા મોઢાવાળુ વાસણ-ગ્લાસ કે તપેલી-આપવામા આવે, તો તે પ્રયોગ નિષ્ફળ જાય છ, અને ભૂત પકડાતુ બત્તાવી શકાતુ નથી.
(9) ત્રાટકથી ફળ હલાવવુ
પોતાની ફકત દિવ્યદ્રષ્ટિ વડે પોતે ફળ હલાવી શકે છે,એવો દાવો કરવામા આવે છે.અંગ્રેજીમા આને 'સાયકોકાઇનેસીસ' કહેવામા આવે છે. એક ટેબલ પર પડેલા ફળને હાથ લગાવ્યા વગર જ તાંત્રિક હલાવી બતાવે છે.આમા ટેબલ ઉપર એક બંગડી મુકવામા આવે છે.બંગડીને એક છેડે દોરો બાન્ધવામા આવે છે,જેનો બીજો છેડો દૂર ઉભેલા માણસના (તાંત્રિકના મદદગારના) હાથમા આપવામા આવે છે. ટેબલ પર ટેબલકપડુ પાથરી દેવામા આવે છે,જેંથી કઇ જ દેખાતુ નથી. બંગડીની વચ્ચોવચ ગોળ ફળ(ચિકુ,લીંબુ,સફરજન વગેરે)મૂકવામા આવે છે. તંત્રિક જેવો તે ફલ્ને હલાવવાનો આદેશ કરે ત્યાં જ તેનો મદદનીશ દોરી ખેંચવા માંડે છે. દોરી ખેંચવાથી બંગડી ટેબલ પર સરકે છે, અને તેની ઉપર મૂકેલુ ફળ પણ જાણે આપમેળે ખસતુ હોય એવો આભાસ થાય છે.
(10) વીજળીના બલ્બનો કે ટ્યુબલાઇટની ટ્યુબનો કાચ ખાવો:- કહેવાતા સિદ્ધ પુરુષો એવો દાવો કરતા હોય છે કે તે તેમની સિદ્ધિને કારણે તેઓ કાચ ખાઈ જાય તો પણ તેમને કશુ જ નુકસાન થતુ નથી. આમ કહીને તેઓ મોઢામા કાચનો ટુકડો મૂકી કચડ કચડ ચાવીને ખાઈ જાય ચે. પરતુ આમા કોઇ ચમત્કાર નથી.
આમ ચતા, આ પ્રયોગ નાના બાળકોએ કરવો નહિ તેમ જ જેમને દાંતમા પોલાણ
કે ખાડો (કેવિટી) હોય, તેમણે પણ કરવો નહિ.
પ્રયોગ શરુ કરતા પહેલા એક કેળુ ખાવ. આ કેળુ ખાવાથી અન્નનળીનો આંતરિક ભાગ કેળાની ચિકાશવાળૉ થઈ જાય છે. ત્યારબાદ બગડી ગયેલો એક બીજો વીજળીનો બલ્બ તોડી, તેનો એક ટુકડો મોઢામા મૂકી ચાવો. ચાવતી વખતે જીભ વડે અડવુ નહિ. કાચને દાઢ વડે કચડી કચડીને જ ચાવવો. કાચનો બારીક લોટ થઈ જાય, એટલે પણીનો કોગળો મોઢામા લઈ, તેને બરાબર હલાવીને પી જાવ. બે-ત્રણ ઘુંટડા આ રીતે પાણી પીવાથી મોઢામા કાચ રહેશે નહિ. ત્યારબાદ આની ઉપર કેળુ ખાઇ જાવ.
કેળુ એવુ માધ્યમ બની રહે છે કે તેમા કાચના ટુકડા ચોંટી જાય છે. પરિણામે કાચનો એકાદ મોટો ટુકડો રહી ગયો હોય તો પણ તે બે કેળા વચ્ચે 'સેંડવીચ' બની જાય છે, જેથી ગળા કે પેટને ઇજા પહોંચતી નથી.
ટેબલ ઉપર એક બંગડી મુકવામા આવે છે.બંગડીને એક છેડે દોરો બાન્ધવામા આવે છે,જેનો બીજો છેડો દૂર ઉભેલા માણસના (તાંત્રિકના મદદગારના) હાથમા આપવામા આવે છે. ટેબલ પર ટેબલકપડુ પાથરી દેવામા આવે છે,જેંથી કઇ જ દેખાતુ નથી. બંગડીની વચ્ચોવચ ગોળ ફળ(ચિકુ,લીંબુ,સફરજન વગેરે)મૂકવામા આવે છે. તંત્રિક જેવો તે ફલ્ને હલાવવાનો આદેશ કરે ત્યાં જ તેનો મદદનીશ દોરી ખેંચવા માંડે છે. દોરી ખેંચવાથી બંગડી ટેબલ પર સરકે છે, અને તેની ઉપર મૂકેલુ ફળ પણ જાણે આપમેળે ખસતુ હોય એવો આભાસ થાય છે.
(11) કોઇ પણ વસ્તુને હાથ લગાડ્યા પછી તે વસ્તુ ગળી લાગે
ચમત્કારી બાબાઓ લોકોને છેતરવા માટે આવા પ્રયોગો કરે છે. પરંતુ આમા કોઈ ચમત્કાર નથી. નહાવાનો એક ટુવાલ લઈ તેને 'સેકેરીન' ના દ્રાવણમા ડુબાડી અથવા 'એસ્પાટ્ર્મી' નામના ખાધ્ય રસાયણના દ્રાવણમા (જે ખાંડ કરતા 800 ગણી અને સેકેરીન કરતા 400 ગણી મીઠાશ ધરાવે છે,) ડુબાડી સૂકવી દેવો. પ્રયોગો કરતી વખતે તેને ખભા પર નાખી રાખવો.સાબુ થી હાથ ધોવડાવે, તો પણ આ ટુવાલથી હાથ લૂછવા, જેથી હાથ પર મીઠાશ આવી જાય. હવે જે વસ્તુને અડો તે ચાખવાથી ગળી લાગશે. ગમે તેટલી વખત સાબુથી હાથ ધોવડાવે, પરંતુ હાથ ધોયા પછી ખભે નાખેલા ટૂવાલથી હાથ લૂછવા એટલે ફરીથી મીઠાશ હાથ પર આવી જશે. આમ, ઘણીવાર હાથ ધોવડાવવામા આવે તો પણ ભક્તોને ખબર પડતી નથી કે જે કઈ કરામત છે, તે આ ખભે નાખેલા ટુવાલમા જ છે. ગોડબાબા આવુ જ કરતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો